પ્રતિભાવો ઉર્ફે Comments

Monday, December 14, 2015

ફેસબુક : ફન, ફંડાઝ અને ફેક્ટ્સ (નવેમ્બર – 2015)

(નવેમ્બર – 2015)

સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં બ્લોગની દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના બે આશય છે.
એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા અથવા દાખલ થયા પછી દૂર થયા છે તેમના સુધી પહોંચવાનો.
આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની મદદથી રજૂ થવાના વિચારને 2012માં અમલમાં મૂક્યા પછી તેને નિયમિત કરતાં એ ક્રમમાં આ 61મી પોસ્ટ છે.
2010ના વર્ષની એક અને 2011, 2012, 2013 અને 2014ના વર્ષની મહિનાવાર સ્ટેટસ પ્રોફાઇલ પોસ્ટ રજૂ કર્યા પછી પ્રસ્તુત છે હવે નવેમ્બર – 2015. જે તે દિવસના વાર, તારીખ અને સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું સ્ટેટસ અપડેટ છે.ફેસબુક’ / FACEBOOK પર આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ અમદાવાદ’ / Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું. હા, ડમડમબાબા એ બ્લોગલેખકના અસ્તિત્વનો જ એક ભાગ છે.
આભાર.

(Monday, 2 November 2015 at 06:50pm)
ડાર્લિંગ...સવારે જરા વહેલો ઉઠાડજે ને...છાપાવાળો આવે એ પહેલાં...તેની પાસે જલસોનો દિવાળી અંક ઑર્ડર કરવાનો છે.
શ્યોર બકા...બાય ધ વે...ડાર્લિંગનું ગુજરાતી શું થાય?
આ તું બોલી એ...‘બકા’...યુ આર જીનિઅસ...
તો પછી આવતીકાલે માળિયું સાફ કરવાનું પાકું સમજું છું...વહેલો ઉઠવાનો છે તો થોડું દિવાળીનું કામ કરી લઇએ.
* * * * * * *

(
Tuesday, 3 November 2015 at 05:55pm)
મીસકોલથી સભ્યપદ પામેલો ભાજપનો કાર્યકર ઇ-મેલ, એસએમએસ અને વોટ્સએપ કરવા છતાં પક્ષની મિટિંગમાં ફરકતો નથી.
* * * * * * *

(
Friday, 6 November 2015 at 06:45pm)
સામી દિવાળીએ લગ્નપ્રસંગોનું પ્રમાણ નહિવત્ હોય છે...પરંતુ...
...છોટા રાજનના સ્વદેશાગમનને કારણે ભારતમાં આજે સરકારીજમાઈઓની કુલ સંખ્યામાં એકનો વધારો થયો છે.
* * * * * * *

(
ધનતેરસ : Monday, 9 November 2015 at 05:35pm)
ચૂંટણી ઢંઢેરાના ભાજપી વાયદા પ્રમાણે બૅન્ક ખાતામાં રૂપિયા પંદર પંદર લાખ જમા થઈ ગયા હોત તો...
ભારતમાં ધનતેરસની સામૂહિક પૂજા થતી હોત.
* * * * * * *

(
Monday, 16 November 2015 at 02:25pm)
Love Gem Wealth Foundation’...
...કંઈ નહીં...પ્રેમ રતન ધન પાયોનું અંગ્રેજી કરીને ફિલમની નવેસરથી ફિલમ ઉતારી છે.
* * * * * * *
OROP આંદોલન

(
Wednesday, 18 November 2015 at 04:00pm)
સો વરસનો થાજે દીકરાના આશિર્વાદ પામેલો બાળક...કિશોર વય પાર કરતા અને યુવાનીમાં ડગ માંડતા જ...જો...ભારતીય લશ્કરમાં સામેલ થઈ પચાસની આસપાસ સેવા નિવૃત્ત થાય તો...
OROP વન રૅન્ક વન પેન્શન / One Rank One Pensionની આજકાલની ફૉર્મ્યૂલા હેઠળ પંચાણુમે વર્ષે તેને...રૂપિયા 68,21,937=76 પૈસાનું માસિક પેન્શન મળવાપાત્ર ઠરે.
* * * * * * *

(
Saturday, 21 November 2015 at 02:12pm)
પંચાયતથી પાર્લમન્ટના ચૂંટણી મતદાન અગાઉ બુલેટનો જવાબ બૅલટથી આપવામાં આવશે’...એવું વાંચવામાં આવે ત્યારે સમજવામાં બવ તકલીફ પડે છે કે...
...આ બુલેટ મોટરસાઇકલની વાત થાય છે કે અસલી બુલિટની.
* * * * * * *
ટ્વિન્કલ ખન્ના અને ક્વિન્ટલ

(
Tuesday, 24 November 2015 at 12:12pm)
યાદશક્તિ કેળવો શ્રેણી...(1)
વજનના એકમ તરીકે ક્વિન્ટલશબ્દ યાદ ન રહેતો હોય તો વિકલ્પે...સ્વર્ગસ્થ અભિનેતા રાજેશ ખન્ના અભિનેત્રી ડિમ્પલ કાપડિયાની દીકરી અને અભિનેતા અક્ષયકુમારની અભિનેત્રી પત્ની ટ્વિન્કલખન્નાનું નામ યાદ રાખવાનો પ્રયત્ન કરો. સફળતા મળશે જ.
* * * * * * *
બ્રાન્ડ અૅમ્બૅસેડરને બૅન્ડ બજા દિયા

(
Wednesday, 25 November 2015 at 12:40pm)
પાડાના વાંકે પખાલીને ડામ (જૂની કહેવત)
અસહિષ્ણુતાના વાંકે ખીસું ખાલીકરનાર સ્નૅપ ડીલને ડામ (નવી કહેવત)
* * * * * * *
પ્રણવ મુખરજી અને પાઇપ

(
Monday, 30 November 2015 at 03:20pm)
અવૉર્ડ વિતરણ અને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવા આજે IIM – Ahmedabadની મુલાકાતે આવતા રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના સંસ્થા પ્રવેશ અગાઉ રેસીડન્સીના ઓટલે બેસીને સ્મોકિંગ સાથે ટોળ-ટપ્પા કરતા વિદ્યાર્થીઓને ફરજ પરની પોલીસે ટપાર્યા...એટલે...
...તેમાંના એકે પોલીસને સુણાવી દેવાની ભાષામાં જ કહ્યું...
અમારી આટલી સ્વતંત્રતા તો કાયમ રાખો. રાષ્ટ્રપતિ પોતે પણ દેશના નાણામંત્રી હતા ત્યારે બજેટ બનાવતી વખતે સાઉથ બ્લૉકમાં લિજ્જતથી પાઇપ પીતા હતા.

ગયા મહિને અહીં મુકેલી ઑક્ટોબર – 2015ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક આ રહી –

..... તેમજ ગત વર્ષોમાં અહીં મુકેલી નવેમ્બર – 2011, નવેમ્બર – 2012, નવેમ્બર – 2013 તેમજ નવેમ્બર 2014ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક અનુક્રમે આ રહી –

http://www.binitmodi.blogspot.in/2012/12/2011.html


(સંબંધિત તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)