પ્રતિભાવો ઉર્ફે Comments

Friday, April 10, 2015

ફેસબુક : ફન, ફંડાઝ અને ફેક્ટ્સ (માર્ચ – 2015)

(માર્ચ – 2015)

સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં બ્લોગની દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના બે આશય છે.
એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા અથવા દાખલ થયા પછી દૂર થયા છે તેમના સુધી પહોંચવાનો.
આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની મદદથી રજૂ થવાના વિચારને 2012માં અમલમાં મૂક્યા પછી તેને નિયમિત કરતાં એ ક્રમમાં આ 53મી પોસ્ટ છે.
2010ના વર્ષની એક અને 2011, 2012, 2013 અને 2014ના વર્ષની મહિનાવાર સ્ટેટસ પ્રોફાઇલ પોસ્ટ રજૂ કર્યા પછી પ્રસ્તુત છે હવે માર્ચ – 2015. જે તે દિવસના વાર, તારીખ અને સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું સ્ટેટસ અપડેટ છે.ફેસબુક’ / FACEBOOK પર આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ અમદાવાદ’ / Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું. હા, ડમડમબાબા એ બ્લોગલેખકના અસ્તિત્વનો જ એક ભાગ છે.
આભાર.

અરૂણ જેટલી...અને...
અને...કેતન પારેખની જુગલબંધી
(Sunday, 1 March 2015 at 00:30am)
અરૂણ જેટલી...નાણામંત્રીભારત સરકાર
જેટલી દરકાર માધવપુરા બૅન્કના કૌભાંડી કેતન પારેખને જેલની ક્ષણિક હવા પણ ન ખાવી પડે તેની તેના વકીલરૂપે રાખી...
તેટલી દરકાર દેશના નાણામંત્રીરૂપે બજેટમાં આમ આદમીની ન રાખી
* * * * * * *

(
Sunday, 1 March 2015 at 10:05am)
નાણાકીય વર્ષ 2015 – 2016 માટે નાણા મંત્રી અરૂણ જેટલી દ્વારા રજૂ થયેલા બજેટમાં કશુંય ફુલગુલાબીનથી...પરંતુ...
અખબારોએ તેના સમાચાર વિશ્લેષણ ગુલાબીન્યુઝપ્રિન્ટ પર છાપવાનું ચાલુ રાખ્યું છે.
* * * * * * *

(
Monday, 2 March 2015 at 08:10pm)
ગુજરાત માટે ગમે તેટલો નંબર વનનો પ્રચાર કર્યે રાખીએ તોય રાજ્યોના નવા પ્રદેશ કૉંગ્રેસ અધ્યક્ષોના નામની જાહેરાત કરતી પ્રેસનોટમાં ગુજરાતનો નંબર છઠ્ઠો અને છેલ્લો છે.
* * * * * * *

(
Tuesday, 3 March 2015 at 11:00pm)
કાદવમાં ખીલતા કમળને મુરઝાવી દિલ્હી વિધાનસભા ચૂંટણી જીતીને સત્તાના સૂત્રો સંભાળનાર આમ આદમી પાર્ટીની પ્રથમ પખવાડિયાની પહેલી પ્રવૃત્તિ કાદવઉછાળ.
* * * * * * *
યોગેન્દ્ર યાદવ અને રવીશ કુમાર

(
Wednesday, 4 March 2015 at 01:25pm)
કટોકટીનો સમયગાળો (વર્ષ 1975 – 1977) અને જનતા પાર્ટીનો ઉદય એ વિદ્યાર્થી અવસ્થામાં થયેલું મારું પહેલું રાજકીય દર્શન હતું. હથેળીમાં પંદર રૂપિયા મુકીને માએ ઘર માટે દૂધ-શાકભાજી-કરિયાણુ જેવી જરૂરી ચીજ-વસ્તુઓ લેવા મોકલ્યો તો મેં એ રૂપિયા પદયાત્રા કરી રહેલા ચંદ્રશેખરની ઝોળીમાં અર્પણ કરી દીધા.
1977ની છઠ્ઠી લોકસભા ચૂંટણી જીતેલા નેતાઓને થોડાક જ સમયમાં અંદરોઅંદર લડતા અને પદપ્રાપ્તિ માટે પક્ષમાં ફાટફૂટ પડાવતા જોયા. એ બધું જોઇને ખિન્ન થયેલા મેં તે સમયે જ નક્કી કર્યું હતું કે કદીકને ભવિષ્યમાં રાજકીય પક્ષમાં મહત્વના સ્થાને પહોંચીશ તોય પદપ્રાપ્તિ માટે પક્ષમાં ફાટફૂટ પડાવવા જેવી પ્રવૃત્તિ તો કદીયે નહીં જ કરું. તમે જુઓ તો ખરા કે એવો સમય આજે આવી ગયો છે. હું એવા જ કોઈ સ્થાન પર અથવા એની નજીકમાં છું. મારા પર જેનો આક્ષેપ મુકાય છે એવી કોઈ ફાટફૂટ આમ આદમી પાર્ટીમાં હું પડાવું ખરો?
(એનડીટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલ પર પ્રાઇમટાઇમઅંતર્ગત એન્કર-પત્રકાર રવીશકુમાર સાથે વાતચીત કરતાં યોગેન્દ્ર યાદવએ આ વાત આંખમાં ઝળહળિયાં સાથે કહી / સોમવાર, બીજી માર્ચ 2015)
નોંધ: જે-તે સમયે યંગ ટર્કતરીકે જાણીતા જનતા પાર્ટીના યુવા નેતા ચંદ્રશેખર પક્ષના નવઅવતાર જનતાદળમાં ફાટફૂટ પડાવીને 1990માં દેશના નવમા વડાપ્રધાન બન્યા હતા.
* * * * * * *

(
Friday, 6 March 2015 at 09:25pm)
હોળી ધૂળેટી રંગોનો તહેવાર છે...પરંતુ રંગોનું ઉત્પાદન કરતી એકેય કંપની જાહેરાત આપીને આ તહેવારોની શુભેચ્છા આપતી નથી.
ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન.....
* * * * * * *

(
Tuesday, 10 March 2015 at 03:55pm)
સ્કૂટર મોટર સાઇકલ ચલાવતી વખતે હેલ્મિટ પહેરવાનું કે કાર ચલાવતી વખતે સીટ બેલ્ટ બાંધવાનું ન ગમતું હોય તો ઑટો રિક્ષા વસાવી લેવી જોઇએ...
...એમાં આ બેમાંથી એકેય નિયમ લાગુ નથી પડતો...
* * * * * * *

(
Friday, 13 March 2015 at 03:45pm)
ગુજરાતી સાહિત્ય પરિષદના માસિક મુખપત્ર પરબનો પ્રકટ થયેલો માર્ચ – 2015નો અંક ગઈકાલે દાંડીકૂચ દિન 12મી માર્ચના રોજ ટપાલથી મળ્યો. જાન્યુઆરીમાં આપણી વચ્ચેથી વિદાય પામેલા બે શબ્દસાધકો વિશે તેના ફેબ્રુઆરી અને માર્ચ એવા બે અંકો પ્રકટ થયા પછી એક લીટીની નોંધ પણ તેમાં જોવા-વાંચવા મળતી નથી.
એક રતિલાલ સાંકળચંદ નાયકબાળસાહિત્યકારશબ્દકોશકાર અને નિવૃત્ત અધ્યાપક (ભવન્સ વિનયન કૉલેજઅમદાવાદ)બાળસાહિત્ય માટે રાષ્ટ્રીય કક્ષાનું પારિતોષિક મેળવનાર (જન્મ : 1 ઑગસ્ટ 1922કડી - મહેસાણા જિલ્લો / અવસાન : 28 જાન્યુઆરી 2015અમદાવાદ)
બે ચિમનલાલ શિવશંકર ત્રિવેદીવિવેચકસંપાદક અને નિવૃત્ત અધ્યાપક (સેન્ટ ઝેવિયર્સ કૉલેજઅમદાવાદ)રણજિતરામ સુવર્ણચંદ્રકથી વિભૂષિત વર્ષ 2009 (જન્મ : 2 જૂન 1929મુજપુર - મહેસાણા  જિલ્લો / અવસાન : 30 જાન્યુઆરી 2015અમદાવાદ)
હામાર્ચ – 2015ના અંકમાં 85મે પાને એવી નોંધ જોવા મળે છે કે ચિમનલાલ ત્રિવેદી પરિવાર તરફથી પ્રકાશન શ્રેણી પ્રવૃત્તિ માટે પરિષદને અંકે રૂપિયા 2,00,000/- (શબ્દે રૂપિયા બે લાખ પૂરા)નું દાન આપવામાં આવ્યું છે.
* * * * * * *
અમદાવાદ એરપોર્ટ ખાતે સોલાર ઇમ્પલ્સ

(
Saturday, 14 March 2015 at 06:00pm)
અમદાવાદનો નહીં પણ અમદાવાદીઓનો એક્ષ-રે કઢાવવો પડશે...
ઇંધણ બચાવતું સૂર્યશક્તિથી આકાશમાં ઉડતું વિમાન સોલાર ઇમ્પલ્સફોટામાં જોવાને બદલે એરપોર્ટ જઇને જોવામાં પેટ્રોલ ડીઝલનો ધુમાડો કરી નાખ્યો.
* * * * * * *

(
Sunday, 15 March 2015 at 11:30pm)
ગુજરાતની અમદાવાદની મહેમાનગતિ એટલી પ્રસિધ્ધ છે કે સૂર્યશક્તિથી ચાલતું સોલાર ઇમ્પલ્સ વિમાન પણ બે દિવસ વધુ રોકાઈ ગયું.
* * * * * * *

(
Thursday, 19 March 2015 at 05:15pm)
ચારસો ગ્રામ ચવાણું અને રતલ ભાર રતલામી સેવના પડીકા કે શેર-બશેર શાકભાજી ખરીદ્યા પછી ખરીદનાર તે ચીજ-વસ્તુને મુકવા માટે કારની ડીકી શું કામ ખોલતા હશે તે મને સમજાતું નથી.
નોંધ: આ બાબતે મને ધોરણસરની રીતે સમજાવી શકનાર વ્યક્તિનું હું લાઇનમાં ઊભા રહીને નિપટાવવું પડે તેવું કોઈ પણ એક કામ કરી આપીશ. પ્રોમિસ બસ.
* * * * * * *

(
Sunday, 22 March 2015 at 10:10am)
આજે (22 માર્ચ) સોળમી લોકસભાનું...Sorryઅમદાવાદની રાજપથ ક્લબની સંચાલન સમિતિના ત્રીસ સભ્યોને ચૂંટી કાઢવા માટેનું મતદાન છે.
* * * * * * *

(
Monday, 23 March 2015 at 05:20pm)
ક્રાંતિવીર શહીદો સુખદેવરાજગુરૂ અને ભગતસિંહ એમ ત્રણેયને એક જ દિવસે ફાંસીની સજાનો અમલ થયો હતો...છતાં...
ટપાલ ટિકિટથી લઇને પોસ્ટર સુધી માત્ર ભગતસિંહનો ફોટો જ મોટો હોય છે.
* * * * * * *

(
Tuesday, 24 March 2015 at 08:05pm)
ગુજરાતી થાળીમાં હવે સબ્જી પંજાબી અને બિલ અંગ્રેજીમાં મળે છે.
* * * * * * *

(
Friday, 27 March 2015 at 02:05am)
ક્રિકેટ વિશ્વકપની અંતિમ સ્પર્ધામાંથી ભારત બહાર. ઓસ્ટ્રેલિયા સામે સેમી-ફાઇનલમાં હાર.
નિરાંત થઈ...છાપામાં રમત-ગમતના પાને અનુષ્કા શર્માના ફોટા જોવામાંથી છૂટકારો મળશે.
* * * * * * *
પ્રશાંત ભૂષણ

(
Saturday, 28 March 2015 at 06:15am)
કૉલ બ્લોકની ગેરવાજબી - ગેરરીતિભરી ફાળવણી સંદર્ભે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને ખાસ અદાલતનું આરોપીનું પાંજરું આગામી 8મી એપ્રિલના રોજ બતાવનાર જાહેર હિતની બાબતોના વકીલ પ્રશાંત ભૂષણ આમ આદમી પાર્ટીની સંસદીય બાબતોની સમિતિમાંથી થયેલી પોતાની હકાલપટ્ટી સંદર્ભે ખુદનો બચાવપક્ષ રજૂ કરવા આજે 28મી માર્ચએ પક્ષ કાર્યાલયના દરવાજા ખટખટાવશે.

ગયા મહિને અહીં મુકેલી ફેબ્રુઆરી – 2015ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક આ રહી –

..... તેમજ ગત વર્ષોમાં અહીં મુકેલી માર્ચ2011, માર્ચ2012 (ભાગ-1 અને ભાગ-2), માર્ચ2013 તેમજ માર્ચ 2014ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક અનુક્રમે આ રહી –

http://www.binitmodi.blogspot.in/2013/04/2011.html


(સંબંધિત તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)